Search
Close this search box.
Search
Close this search box.

સાબરકાંઠાના ઈડર એડિશનલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: પોશીનાની બેવડી હત્યા કેસમાં છ આરોપીઓને આજીવન કેદ…!


તસ્વીર/અહેવાલ -: રાજકમલસિંહ પરમાર

સાબરકાંઠા જિલ્લાના ઈડર એડિશનલ કોર્ટે આજે આઠ વર્ષ જૂના પોશીના બેવડી હત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે છ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતા ઈડર કોર્ટ પરિસરમાં સન્નાટો છવાઈ ગયો હતો. આ આરોપીઓને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવું પડશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના 2017 માં પોશીના તાલુકાના દેડકાં વિસ્તારમાં બની હતી. જંગલની જમીનના મામલે ઉગ્ર બોલાચાલી બાદ છ આરોપીઓએ એકરૂપ થઈ બે વ્યક્તિઓ પર ધારદાર હથિયારો અને પથ્થરો વડે હુમલો કર્યો હતો. આ ક્રૂર હુમલામાં બે વ્યક્તિઓના કરુણ મોત થયા હતા.


આ કેસની સુનાવણી ઈડર એડિશનલ કોર્ટમાં ચાલી રહી હતી. પુરાવાઓ અને સાક્ષીઓના નિવેદનોના આધારે કોર્ટે આજે તમામ છ આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.
આજીવન કેદની સજા ફટકારવામાં આવેલા આરોપીઓના નામ:
* રતા ઉર્ફે રતિલાલ ગમાર, ઉં. 50
* લાડુ નાણા ગમાર, ઉં. 45
* નટવર લાડું ગમાર, ઉં. 25
* માલજી અંગ્રેજ ગમાર, ઉં. 31
* નરેશ લાડુ ગમાર, ઉં. 50
* પોપટ રતાભાઈ ગમાર, ઉં. 25
ઉપરોક્ત તમામ આરોપીઓ દેડકાં, પોશીના, સાબરકાંઠાના રહેવાસી છે.
આ ચુકાદાને કારણે પીડિત પરિવારોને ન્યાય મળ્યો છે, જ્યારે સમાજમાં કાયદાનું શાસન સ્થાપિત કરવાનો એક મજબૂત સંદેશ પણ ગયો છે. કોર્ટના આ નિર્ણયથી અપરાધીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને ભવિષ્યમાં આવા ગુનાઓ અટકાવવામાં મદદ મળશે તેવી આશા છે.

Bharat Niasmita
Author: Bharat Niasmita

Share this post:

વધુ સમાચાર છે...

marketmystique

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल