તસ્વીર/ અહેવાલ -: રાજકમલસિંહ પરમાર
હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં આજે સ્વર્ગસ્થની યાદમાં RO વોટર કુલર અને વીલચેરનું જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જેને લઈને સિવિલમાં દર્દીઓને સ્વચ્છ અને ઠંડુ પાણી ઉનાળાની ગરમીમાં પીવા મળશે.
આ અંગેની વિગત એવી છે કે,ઉનાળો ચાલી રહ્યો છે.ત્યારે હિંમતનગર ની સિવિલમાં સાબરકાંઠા અબે રાજસ્થાન થી મોટી સંખ્યામાં દર્દીઓ રોજના આવે છે ત્યારે ગરમીમાં સૌને સ્વચ્છ અને ઠંડુ પાણી મળી રહે તેની વ્યવસ્થા દાતાઓના દાન થી શરૂ થઈ છે.
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં બુધવારે સ્વર્ગસ્થ ની યાદમાં સ્વ.સાયરકુંવર નારાયણસિંહ રાઠોડ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી વોટર કુલર પાંચ અને બે RO પ્લાન્ટ,નાનુભાઈ પટેલ પરિવાર તરફથી વોટર કુલર એક,સ્વ.જય અશોકકુમાર શાહ દુદાણી પરિવાર તરફથી વીલચેર નંગ 5 ભેટ આપવામાં આવી હતી.જેનું લોકાર્પણ જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંધ સાદું,ગોપાલસિંહ રાઠોડ,નાનુભાઈ પટેલ,કૈલાશભાઈ દુદાણી,અશોકભાઇ દુદાણી,સુરેશભાઈ દુદાણી,CDMO ડૉ. બી.એલ.પટેલ,ઇન્ચાર્જ RMO ડૉ.સ્નેહલ પાંડવની ઉપસ્થિતિ રીબીન કાપીને વોટરકુલર, RO પ્લાન્ટ અને વીલચેરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ અંગે CDMO ડૉ. બી.એલ.પટેલે જણાવ્યું હતું કે,GMERS હિંમતનગર સિવિલ હોસ્પિટમાં રોજના 1000 થી વધુ દર્દીઓ આવતા હોય છે. જેમાંથી 500 દર્દીઓ દાખલ થતા હોય છે.ત્યારે દરેકને ઉનાળામાં પીવાનું પાણી શુદ્ધ અને ઠંડુ પાણી દર્દીઓને મળી રહે તે અંતર્ગત 6 વોટર કુલર અને બે RO અને 5 વીલચેર નું મળેલ દાન દાતાઓ દ્વારા મળેલ હતી તેનું લોકાર્પણ જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે.જેને લઈને સિવિલ હોસ્પિટલમાં પાંચ માળમાં દરેક માળે દર્દીઓને અને તેમના સગા સંબંધીઓને પીવાના ઠંડા પાણીનો લાભ મળશે.


