Search
Close this search box.
Search
Close this search box.

નકલી ફૂડ ઇન્સ્પેક્ટર મેથીપાક આપી પોલિસને હવાલે કરાયો…!

કરિયાણાના વેપારીને ત્યાં ફૂડ ઇન્સ્પેક્ટરની ઓળખાણ આપી કરતો હતો ઉઘરાણી…

તસવીર/અહેવાલ -:રાજકમલસિંહ પરમાર

સાબરકાંઠાના ઇડરમાં નકલી ફ્રુડ ઇન્સ્પેકટર બનીને ફરતા શખ્સને મેથીપાક…

ગુજરાત રાજ્યમાં દિન પ્રતિદિન નકલી કર્મચારીઓ અધિકારીઓની ઓળખાણ આપનાર શખ્શો બેફામ બન્યા છે ત્યારે જિલ્લાના ઈડર ખાતે કરિયાણાની દુકાનમાં ફૂડ ઇન્સ્પેક્ટરની ઓળખાણ આપી સરપ્રાઈઝ ચેકિંગ કરી લાઇસન્સ સ્વચ્છતા સહિતની તપાસ કરી કોઈપણ રીતે વેપારીઓને પોતાની જાલમાં ફસાવીને ઉભરાની કરનાર શખ્સને કરિયાણાના વેપારીઓએ મેથીપાક ચખાડ્યો છે. મહત્વની બાબત એ છે કે જિલ્લાના ઈડર ખાતે નકલીફ ઇન્સ્પેક્ટર બનીને ફરતા શખ્સની ઓળખાણ કરનાર વેપારીઓએ જાહેરમાં મેથીપાક ચખાડયા બાદ ઇડર પોલીસ મથકે લવાયો હતો. વેપારીઓએ નકલી ફ્રુડ ઇન્સ્પેકટરની ઓળખાણ આપનાર શખ્સને ઇડર પોલીસ ને સોપ્યા બાદ ફરીયાદ કરવામાં પણ એકબીજાને ખો આપ્યો હતો નકલી ફ્રુડ ઇન્સ્પેકટરની ઓળખાણ આપનાર શક્સને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે જોકે મહત્વની બાબત એ છે કે જીલ્લામાં ફ્રુડ વિભાગના અધિકારીઓ પોતાની કામગીરીમાં આળસાય દાખવી રહ્યા હોય તે મુજબ ખાદ્ય પદાર્થના વિક્રેતાઓ ફ્રુડ વિભાગને ખુલ્લો પડકાર આપતા હોય છે તે છતાંપણ ફૂડ વિભાગ દ્વારા માનીતા વિક્રેતાઓ સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી જેણે લઈ અવાર નવાર જિલ્લામાં ફૂડ વિભાગ સામે લોકોમાં નારાજગી જોવા મળતી હોય છે. એક તરફ જિલ્લામાં હવે નકલી પૂર્વ વિભાગના અધિકારીઓની ઓળખાણ આપી ઇસમો સક્રિય થયા છે ત્યારે નકલી ઓળખાણ આપી ફૂડ વિભાગ સહિત વેપારીઓને ખુલ્લો પડકાર આપીને વેપારીઓમાં પોતાનો રોફ જમાવી ઉગરાણા પણ શરુ થયાનો પ્રથમ કિસ્સો ઈડરથી બહાર આવ્યો છે. ત્યારે આગામી સમયમાં સ્થાનિક ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થના વિક્રેતા ઓને ત્યાં તપાસ કરવામાં આવે તેમજ આવા ડુબલીકેટ ફૂડ વિભાગના અધિકારી ઓની ઓળખાણ આપી બજારમાં ફરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે માંગ ઉઠવા પામી છે જોવાનું એ રહે છે કે આવનાર સમયમાં ડુબલીકેટ ફૂડ વિભાગના ઇસ્પેક્ટરની ઓળખાણ આપનાર ઈસમ સામે કેવા અને કયા પ્રકારની ફૂડ વિભાગ દ્વારા તેમજ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. કે કેમ્ તે મહત્ત્વનું બની રહે છે….

Bharat Niasmita
Author: Bharat Niasmita

Share this post:

વધુ સમાચાર છે...

marketmystique

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल