તસ્વીર/અહેવાલ: રાજકમલસિંહ પરમાર
બેંક ઑફ ઇન્ડિયાના પ્રધાન કાર્યાલયથી પધારેલ જનરલ મેનેજર શ્રી બિશ્વજીત મિશ્રા સાહેબ ,ગાંધીનગર ઝોનના ઝોનલ મેનેજર શ્રી મનીષકુમાર ફુલરે સાહેબ , સાબર ડેરીના ડાયરેક્ટર શ્રી સુભાષભાઈ પટેલ, શ્રી ડી ડી પટેલ સાહેબ ની અધ્યક્ષતા મા સાબર ડેરી ના સહયોગ થી પશુપાલન લોન ની સ્પેશ્યલ સ્કીમ નું mou સાબર ડેરી અને બેંક ઑફ ઇન્ડિયા વચ્ચે કરવા મા આવેલ છે જેનો લાભ આ નાણાકીય વર્ષ મા ૧૦૦૦ લોન લાભાર્હથી ને મળવા જઈ રહ્યો છે. આ પ્રસંગે ગાંધીનગર ઝોન ના એએફડી ઇન્ચાર્જ શ્રી માવજીભાઇ ચૌધરી અને માર્કેટિંગ હેડ શ્રી જતીન ચંદ્રભારૂ એ ગ્રાહકો ને દેશ ના વિકાસ માટે બેંક દ્વારા અપાતી વિવિધ લોન અને ડિપોઝિટ સ્કીમ ની માહિતી આપી હતી. જનરલ મેનેજર ના હસ્તે ગ્રાહકો ને લોન ના ચેક વિતરણ કરવા મા આવ્યા. ઉલેખનીય છે કે આજે બાયડ ખાતે ૨.૪૦ કરોડ ની લોન નો લાભ ૬૦ ગ્રાહકો ને આપવાના મા આવ્યો ને આ પ્રસંગે ૧૨૦ જેવા ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા. હિંમતનગર-અરાવલી ના એસકેવીકે ઇન્ચાર્જ અભિમન્યુ જેન એ દરેક ગ્રાહક ને ઉત્કૃષ્ટ સેવા આપવાની બાંહેધરી આપી હતી અને વધુ મા વધુ ગ્રાહકો ને જોડાવા ને આ MOU નો લાભ લેવા વિનંતી કરી હતી.



