કારમાં સવાર તમામનો આબાદ બચાવ.. ફાયર બ્રિગેડ ટીમ પહોંચે તે પહેલા કાર આગમાં ખાખ…!
તસ્વીર/અહેવાલ-:રાજકમલસિંહ પરમાર
દિનપ્રતિદિન કારમાં આગ લાગવાના બનાવો વધી રહ્યાં છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડર વડાલી હાઇવે રોડ પરના જેતપુર પાટિયા નજીક રવિવારના રોજ કારમાં અચાનક આગ લાગી હતી. ચાલતી કારમાં આગ લાગવાના બનાવની જાણ થતાં વડાલી મામલતદાર સહિતનાં અઘિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ચાલતી કારમાં આગ લાગતાં કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો તેમજ કોઈ જાનહાનિના થતા બચી હતી. જેતપુર પાટિયા નજીક કારમાં આગ લાગતાં રાહદારી ઓએ ફાયર બ્રિગેડ ટીમને જાણ કરાઇ હતી જોકે ફાયર બ્રિગેડ ટીમ ધટના સ્થળે પહોંચે તે પહેલા કાર આગમાં બળીને ખાખ થઈ હતી. કારમાં આગ લાગતાં ધટના સ્થળે હાઇવે રોડની બાજુમાં વીજ ડી.પી હોવાને કારણે થોડાક સમય માટે વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડી હતી. હાઇવે રોડ પર કારમાં અચાનક આગ લાગવાનું કારણ હજૂ અકબંધ જોવા મળી રહ્યુ છે. કારમાં આગ લાગતાં હાઇવે રોડ પર ટ્રાફીક જામ ના દ્ર્શ્યો જોવા મળી રહ્યાં હતા. સદ નસીબે કારમાં આગ લાગવાના બનાવને પગલે કોઈ જાનહાનિના સમાચાર નં મળતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે ફાયર બ્રિગેડ ટીમે ધટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો


