વધતી જતી માંગને પહોંચી વળવા માટે શરૂ કરાયેલો પ્લાન્ટ પશુદાણ સરળતાથી આપી શકશે…!
સાબરકાંઠા સહિત અરવલ્લી જિલ્લા ની જીવાદોરી સમાન સાબરડેરી દ્વારા 800 મેટ્રિક ટન પ્રતિ દિવસ સાબરદાણ બનાવનારા પ્લાન્ટનો ભારતના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખુલ્લો મુકાયો હતો આ તબક્કે સાબરડેરી ના ચેરમેન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સહિત ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી કૃષિમંત્રી સહિતના અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા તેમજ આ તબક્કે મહિલા સભાસદોની વિશેષ હાજરી રહી હતી. સાબરડેરી દ્વારા અત્યાર સુધીમાં 1200 મેટ્રિક ટન પ્રતિ દિવસ ની ક્ષમતા વાળા ના બે પ્લાન્ટ તરફ પશુપાલકો ની વધતી જતી સંખ્યા તેમજ વધતા જતા દૂધના પ્રમાણના પગલે પશુપાલકો માટે પશુદાણ મેળવવું સમસ્યા સ્વરૂપ બનતું હતું જેના પગલે બે વર્ષ પહેલા સ્થાનિક બોર્ડ દ્વારા 800 મેટ્રિક ટન પ્રતિ દિવસ સાબરદાન બનાવવા ના પ્લાન્ટની શરૂઆત કરાઈ હતી જે અંતર્ગત ભારતના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 800 મેટ્રિક ટન બનાવનારા પ્લાન્ટની શરૂઆત થઈ છે હવેથી સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખથી વધારે પશુપાલકો માટે સાબરદાણ મેળવવું સરળ બનશે સાથોસાથ વધતી જતી માંગને પહોંચી વળવા માટે શરૂ કરાયેલો પ્લાન્ટ પશુદાણ સરળતાથી આપી શકશે જોકે ગૃહમંત્રી દ્વારા શરૂ થયેલા પ્લાન્ટ અંતર્ગત વાત કરતા તેમને જણાવ્યું હતું કે આગામી સમયમાં ઓર્ગેનિક ખેતપેદાશ તેમજ દૂધ ઉત્પાદનનું પણ ખૂબ મોટું માર્કેટ બનવાનું છે સાથોસાથ ઓર્ગેનિક ખેતી માટે તમામ મહિલા પશુપાલકો આગળ આવે તે સમયની માંગ છે. જોકે આ તબક્કે વિશેષ સન્માન પામેલા મહિલાઓએ આજના દિવસને ગૌરવ સ્વરૂપ ગણાવ્યો હતો અરવલ્લી જિલ્લાના રણેચી ગામની દોઢ કરોડ થી વધુ દૂધ ભરાવનાર મહિલાના સન્માન પ્રસંગે તેમને જણાવ્યું હતું કે ભારતના ગૃહમંત્રી દ્વારા તેમનું સન્માન થવું તે વિશેષ વાત છે સાથોસાથ અમારું સન્માન એ પશુપાલકોનું સન્માન થવા બરોબર છે જોકે ભારતના ગૃહમંત્રીએ જ્યારે અમારું સન્માન કર્યું છે તે આગામી સમય માટે પશુપાલકો માટે પણ મહત્વનું છે દોઢ કરોડથી વધુ દૂધ ભરાવ્યું હોવાના પગલે ગૃહમંત્રી દ્વારા થયેલું સન્માન અમારા માટે વિશેષ યાદગીરી સ્વરૂપ બની રહેશે. જોકે સાબરકાંઠા સહિત અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખથી વધારે પશુપાલકો માટે અત્યાર સુધીમાં હાજીપુર ખાતે આવેલા આ પ્લાન્ટમાં અલગ અલગ બે પ્લાન્ટ શરૂ હતા જે અંતર્ગત 1200 મેટ્રિક ટન પ્રતિ દિવસથી વધુનું સાબરદાણ બનાવી શકાતું હતું જોકે દિન પ્રતિદિન વધતી જતી પશુપાલકોની માંગને પહોંચી વળવા માટે 800 મેટ્રિક ટનના પ્લાન્ટનું ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું છે ત્યારે હવેથી સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના તમામ પશુપાલકો ની માંગ ને સરળતાથી પહોંચી શકાશે હવેથી સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના સાબરડેરીના પશુપાલકોને સાબરદાનની ખેંચ નહીં પડે. જોકે આગામી સમયમાં ગૃહમંત્રી દ્વારા થયેલા લોકાર્પણથી સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના પશુપાલકો ને કેટલો ફાયદો થાય છે તેમજ સાબરદાનના ઉત્પાદનથી દૂધ ઉત્પાદનમાં પાયારૂપ કેટલો વધારો થાય છે તે તો આગામી સમય બતાવશે….
સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે 800 ટન પ્રતિ દિવસ કેટલફીડ પ્લાન્ટ નું ગૃહમંત્રી ના હસ્તે હિંમતનગર ખાતે લોકાર્પણ હતું જ્યાં ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ વિશેષ હાજર રહ્યા હતા જોકે એક તરફ ગુજરાતમાં ખેતીની સીઝન ચાલી રહી છે ત્યારે ડીએપી સહિતના ખાતરોમાં ભારે તંગી સર્જાય છે આ મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલને પૂછતા તેમને ખાતરની તંગી હોવાની વાત સ્વીકારી હતી સાથોસાથ આગામી ટૂંક સમયમાં ખાતરની તંગી દૂર થશે તેમ જણાવ્યું હતું. ? જોકે ખાનગી કંપનીઓમાં બારોબાર ખાતર જઈ રહ્યું હોવાના વિપક્ષના સવાલ મામલે પૂછતા તેમને જણાવ્યું હતું કે એવી કોઈ પણ ફરિયાદ ધ્યાન પર આવશે તો જે તે કંપની ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લેવાશે સાથોસાથ ખેડૂતોને સરળતાથી ટૂંક સમયમાં ખાતર મળી શકશે તેવી હૈયાધરણાં આપી હતી…