Viral Video : વિદેશી છોકરી સાથે લગ્ન પછી સાસરીમાં પહેલી વખત જમાઈનું સ્વાગત કેવી રીતે થાય છે, તે તમે ભાગ્યે જ જોયું હશે. હાલમાં જ એક રશિયન છોકરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોઈને લોકો ખુશ થઈ રહ્યા છે. અને જો કે આ વીડિયોમાં જમાઈનું કોઈ સ્વાગતતો નથી થઈ રહ્યું. પરંતુ સાળી એ જીજાજીને એક નાની સરપ્રાઈઝ આપી હતી. જેને જોઈને પતિ પત્ની હેરાન અને ખુશ થયા હતા.
આ દરમિયાન પત્નીએ બનાવેલ આ વીડિયોમાં પહેલા છોકરાને રૂસ જતો, વિમાનમાં બેસતો અને રૂસના એરપોર્ટમાંથી બહાર નીકળતો જોવા મળે છે. એરપોર્ટ પર તે જણાવે છે કે તે તેની પત્નીને છોડવા માટે આવ્યો છે. એરપોર્ટની બહાર નિકળવાની સાથે છોકરાના સસરાએ સ્વાગત કર્યું હતું.
આ પછી જેવો તો કારમાં બેસવા જાય છે તો તેની સાળી એનીનું સરપ્રાઈઝ સામે આવે છે. અને તેની સાળી ડ્રેગનના ડ્રેસઅપમાં જીજાજી અને બહેનને સરપ્રાઈઝ આપે છે. આ સરપ્રાઈઝને જોઈને બંને હેરાન થઈ જાય છે. ત્યારબાદ ઘરે જાય છે તો તેની સાસુ પણ જમાઈનું સરસ રીતે સ્વાગત કરે છે.
પત્નીને આશા છે કે તે ભારત પરત ફરશે તે પહેલા તેના પતિ સાથે રૂસમાં સારો સમય પસાર કરશે. ઇન્સ્ટાગ્રામ પર terk_love એકાઉન્ટ પર આ વીડિયો મારિયા ખરબાનીએ શેર કર્યો હતો. આ વીડિયોને લગભગ 9 લાખ લોકોથી વધુ લોકોએ જોયો છે. આ સાથે લોકોએ વીડિયો પર કોમેન્ટો પણ કરી હતી. જેમાં ઘણા લોકો સાળી એટલે કે એનીનું સરપ્રાઈઝ સારું લાગ્યું હતું. તો એક યુઝરે કોમેન્ટમાં કહ્યું કે તેને ડાયનાસોર વાળો હિસ્સો પહેલા જોયો હતો તેથી મને ખબર ન હતી કે તે તમારી બહેન છે અને ડાનાસોરનો ડ્રેસ ક્યાંથી મળ્યો તમને.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર