દુનિયામાં આટલી બધી જગ્યાઓ છે અને દરેક સ્થળનું પોતાનું અલગ ખાનપાન છે. કેટલાક સ્થળોએ તેમની ખાસ ડિશ હોય છે, જેને ખાવા ત્યાં લોકો પહોંચી જાય છે. સારી વસ્તુઓ દરેકના સ્વાદ અનુસાર બનાવવમાં આવ છે. એ અલગ વાત છે કે, કેટલીક વાનગીઓ એવી હોય છે જેનો સ્વાદ ભલે સારો હોય પણ સ્વાસ્થય માટે બિલકુલ સારી નથી હોતી. આજે અમે તમને એવી જ એક ખતરનાક વાનગી વિશે જણાવીશું.
આ ખતરનાક વાનગી માત્ર દક્ષિણ એશિયાની છે. આ વાનગી વ્યક્તિના લીવર પર એટલી અસર કરે છે કે તે તેને મોતના મુખમાં નાખી દે છે. ઓડિટી સેન્ટ્રલ વેબસાઈટના રિપોર્ટ અનુસાર, આ થાઈલેન્ડની એક ખાસ વાનગી છે, જે ખાવી ખૂબ જ જોખમી છે. લોકોને તેનો સ્વાદ ગમે છે, તેથી તેઓ તેને ખાય છે, પરંતુ તેનાથી તેમના મૃત્યુનું જોખમ વધી જાય છે.
આ પણ વાંચો:
ભક્તિમય બન્યું કોરિયા! હિન્દુ દેવી-દેવતાના ભક્તિમાં લીન થયા કોરિયન, Video જોઈને ભારતીયો ચોંક્યા
આ વાનગી આપે છે કેન્સરની ગેરંટી!
તમને આ વાત અજીબ લાગશે, પરંતુ સામાન્ય રીતે થાઈલેન્ડમાં મળતી આ વાનગી ખાવાથી લીવરમાં કેન્સર થવાનું જોખમ વધી જાય છે. એવો પણ દાવો કરવામાં આવે છે કે તેનો એક કોળિયો પણ સીધો કેન્સરનું કારણ બને છે. એક અંદાજ મુજબ, થાઈલેન્ડમાં દર વર્ષે 20 હજાર લોકો આ વાનગીના કારણે મૃત્યુ પામે છે. આમ છતાં થાઈલેન્ડના ખોન કેન નામના પ્રાંતના લોકો તેને પસંદ કરે છે અને ખાય છે.
આખરે આ ડિશમાં છે શું?
આ વાનગીનું નામ કોઈ પ્લા છે. આ માટે માછલીને નાના-નાના ટુકડાઓમાં કાપીને તેમાં હર્બ્સ, મસાલા અને લીંબુનો રસ ઉમેરીને સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. થાઇલેન્ડમાં લાખો લોકો આ વાનગીને ચાવથી ખાય છે. માછલી લોકોને નુકસાન કરતી નથી, પરંતુ તેમાં રહેલા પરોપજીવી જીવાત ડીશ મારફતે લોકોમાં પેટમાં પ્રવેશે છે અને તેને ખાનાર વ્યક્તિનો જાની દુશ્મન બની જાય છે. આનાથી cholangiocarcinoma એટલે કે પિત્ત નળીના કેન્સર જેવા રોગોની શક્યતા વધી જાય છે. આ જ કારણ છે કે તેને દુનિયાની સૌથી ખતરનાક વાનગી માનવામાં આવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર