Search
Close this search box.
IAS Coaching
Search
Close this search box.

દુનિયાના પાંચ સૌથી મોટી વિમાન દુર્ઘટના, ઘટના સાંભળીને કોઈની પણ રૂહ કંપી જાય, આવો જાણીએ ક્યારે બની આ ઘટનાઓ

Nepal Plane Crash : નેપાળની રાજધાની કાઠમંડુથી ઉડાન ભરી સૌર્ય એરલાઇન્સનું પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટના બનતા પહેલા વિમાનમાં રહેલા ક્રૂ મેમ્બર સહિત કુલ 19 લોકો હતા. આ ઘટનામાં જાણવા મળ્યુ કે 18 લોકોનો જીવ આ દુર્ઘટનામાં ગઈ હતી. જ્યારે આ દુર્ઘટનામાં પ્લેનના પાયલટને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ દુર્ઘટનાની વાત કરીએ તો પાછલા 54 વર્ષોમાં 11788 પ્લેન ક્રેશની ઘટના બની ચૂકી છે. જેમાં 85 હજારથી વધુ મુસાફરોએ જીવ ગુમાવ્યો હતો.

જો આપણે દુનિયાના સૌથી મોટા અને ભયાનક વિમાન દુર્ઘટના વિશે વાત કરતા હોઈએ તો લોસ રોડિયોસ એરપોર્ટ પર 27 માર્ચ 1977માં બનેલી ઘટના પણ યાદ આવે છે. આ વિમાન દુર્ઘટનામાં પૈન એર અને કેએલએમ એરલાઇન વિમાન એકબીજા સાથે અથડાવાથી થઈ હતી. આ ઘટના દુનિયાની સૌથી ભયાનક ઘટનાઓ માંની એક ઘટના છે જેમાં 538 મુસાફરો અને ક્રૂ ના મૃત્યુ થઈ હતી. આ ઘટનામાં કેએલએમના 234 મુસાફરો અને 14 ક્રૂ મેમ્બર હતા. અને પામ પૈનના 396 માંથી 335 મુસાફરોની મૃત્યુ થઈ હતી.

Incident at Jaipur airport like Kathmandu airport incident, plane engulfed in fire, 78 passengers in trouble
કાઠમાંડુ એરપોર્ટ ઘટના જેવી જયપુર એરપોર્ટ પર ઘટના, આગની ઝપેટમાં ઘેરાયું વિમાન, 78 મુસાફરો મુશ્કેલીમાં મુકાયા

પર્વત સાથે અથડાયું પ્લેન, 520 મુસાફરોના જીવ ગયા

દુનિયાની બીજી સૌથી મોટી વિમાન દુર્ઘટના 12 ઓગસ્ટ 1985માં ટોક્યો થી લગભગ 100 કિમી દૂર થઈ હતી. આ દુર્ઘટના જાપાન એરલાઈન્સની ફ્લાઈટ 123એ ટોક્યો થી ઓસાકા જવા માટે ઉડાન ભરી હતી. આ વીમાને ઉડાન ભરવાના લગભગ 32 મીનીટ પછી વીમાનમાં તાકામાગહારા માઉન્ટેન સાથે અથડાયું હતું. આ દુરઘટનામાં વીમાનમાં સવાર 520 લોકોની મૃત્યુ થઈ હતી. જેમાં 509 મુસાફરો અને 15 ફ્લાઇટ ક્રૂ મેમ્બર નો સમાવેશ થાય છે. આ વિમાન દુર્ઘટનાને અત્યાર સુધીની સૌથી મોટી ઘટના માનવામાં આવે છે. જેમાં સૌથી વધુ મુસાફરોના જીવ ગયા છે.

આ પણ વાંચો :  
દુનિયાની સૌથી ખતરનાક ડિશ! ખાવાથી વર્ષે થાય છે 20 હજારનાં મોત, છતાં લોકો તેના સ્વાદનો ચટકારો છોડતા નથી!

હવામાં અથડાયા બે વિમાન, 349 લોકોના જીવ ગયા

દુનિયાની ત્રીજી સૌથી મોટી વિમાન દુર્ઘટના દિલ્હીના ચરખી દાદરીમાં થઈ હતી. 12 નવેમ્બર 1996ના રોજ બનેલી આ ઘટનામાં ચિમકેંટ થી દિલ્હી આવી રહેલી કઝાકિસ્તાનની એરલાઇન્સ ફ્લાઇટ 1907 અને દિલ્હીથી ધાહરન જઈ રહેલી સાઉદી એરલાઈન્સની ફ્લાઈટ 763 એકબીજા સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 349 મુસાફરોના જીવ ગયા હતા. આ વિમાન દુર્ઘટના હવામાં થનારી હવાઈ દુર્ઘટના ની સૌથી મોટી દુર્ઘટના માનવામાં આવે છે. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર એક મુસાફર બચી શક્યું ન હતું.

પેરીસ નજીકના જંગલમાં પ્લેન ક્રેશ, 346 લોકોના જીવ ગયા

દુનિયાની ચોથી સૌથી મોટી દુર્ઘટનામાં તુર્કી એરલાયન્સ સાથે જોડાયેલ છે. તુર્કી એરલાઇન્સની ફ્લાઇટ 981એ ઓરલી એરપોર્ટથી લંડન જવા માટે ઉડાન ભરી હતી. આ વિમાને ઉડાન ભર્યાના થોડા સમય બાદ વિમાનનો કાર્ગો ગેટ વિમાનથી છૂટો પડી ગયો, જેના કારણે એક મોટો વિસ્ફોટ થયો હતો. આ બાદ વિમાનની ઉપરના માળ ઉંચો થઈ ગયો. થોડા સમય પછી આ પ્લેન પેરિસના ઉત્તર-પૂર્વમાં આવેલ જંગલમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 346 મુસાફરોની મૃત્યુ થઈ હતી.

આ પણ વાંચો :  
Video: રશિયન છોકરી સાથે લગ્ન કરી સાસુ સસરાને મળવા ગયો, સાળીએ એવી સરપ્રાઇઝ આપી કે બધાના હોંશ ઉડી ગયા

આર્યલેન્ડના એર ઈન્ડિયાના પ્લેનની વિમાની દુર્ઘટના, 329 લોકોના જીવ ગયા

દુનિયાના સૌથી મોટા વિમાની દુર્ઘટનામાં ભારતની એર ઈન્ડિયા સાથે જોડાયેલ એક ઘટના પણ છે. 23 જૂન 1895માં એર ઈન્ડિયાની ફ્લાઈટ 182માં ટોરંટોથી ઉડાન ભરી હતી. આ ફ્લાઈટને મોન્ટ્રિયલ થી લંડન થઈ ને દિલ્હી આવી રહી હતી. જો કે આર્યલેન્ડના સાઉથ વેસ્ટ નજીક આ પ્લેનના કાર્ગોમાં અચાનક વિસ્ફોટ થયો હતો અને આ પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર બધા 307 મુસાફરો અને 22 ક્રૂ મેમ્બરોની મૃત્યુ થઈ હતી.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Bharat Niasmita
Author: Bharat Niasmita

Share this post:

વધુ સમાચાર છે...

marketmystique

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल