07
ગંગા જલ એ જીવન, શુદ્ધતા, પાપોને ધોનાર અને આધ્યાત્મિકતાનું પ્રતીક છે. બનારસના ઘાટ પર ગંગા આરતીથી લઈને પૂજા પહેલાં ઘરે ગંગાજળના છંટકાવ સુધી, તેનો મહીમા અપરંપાર છે. નવા બાળકને ગંગાજળથી સ્નાન કરાવવાથી લઈને મૃતકના મોંમાં ગંગાજળના થોડા ટીપાં નાખીને તેને જન્મમરણના ચક્રમાંથી મૂક્તિ અપાવવા સુધી આપણા જીવનમાં ગંગા અને ગંગા જળના અનેક પાસાઓને ઉમેરવામાં આવ્યા છે, ખાસ કરીને આધ્યાત્મિક પાસાઓ. તેથી જ્યારે પણ હવે તમે બનારસ અથવા હરિદ્વારમાં હોય તો ગંગામાં એક ડૂબકી જરૂર મારજો, તે તમને આધ્યાત્મિક મુક્તિ અપાવશે. પરંતુ એ પણ યાદ રાખો કે ગંગામાં ભૂલથી થયેલા પાપો જ ધોવાશે, ઇરાદાપૂર્વક કરવામાં આવેલા પાપો નહીં.