શું તમને પણ ક્યારેય વિચાર આવે છે કે બધું જ છોડીને ક્યાંક ફરવા નીકળી પડીએ પરંતુ એવું કરી શકતા નથી. કારણ કે નોકરી પણ એટલી જરુરી હોય છે. ત્યારે દુનિયામાં ઘણા લોકોને એડવેન્ચર એટલો ગમતો હોય છે કે તેઓ 9-5ની નોકરી કરવા નથી ઈચ્છતા. તેઓ દુનિયામાં ફરવા ઈચ્છે છે, તેમજ અલગ-અલગ સ્થળોની મુલાકાત લેવા માંગે છે. પરંતુ દરેકને આવું નસીબ હોતું નથી.
પરંતુ જો ફરવાના પૈસા મળતા હોય તો કોઈપણ પોતાની 9થી 5ની નોકરી છોડીને આ કામ કરવા લાગે. સાંભળીને અજીબ લાગ્યું ને કે, ફરવા જવાના પૈસા મળે. જો કે, ઇંગ્લેન્ડની એક છોકરી જે રીતે જીંદગી જીવી રહી છે. તેવી સૌ કોઈની ઈચ્છા હોય છે. તેમજ કોઈપણ તેની સાથે તેનું જીવન બદલવા માટે તૈયાર હશે. આ છોકરી 2 વર્ષથી ક્રૂઝ પર રહે છે અને તેને મુસાફરી માટે પૈસા મળે છે. આટલું જ નહીં, તેણે શિપમાં તેનો બોયફ્રેન્ડ પણ શોધી લીધો છે.
ક્રૂઝમાં ડાન્સર તરીકે કરે છે કામ
ધ સન વેબસાઈટના રિપોર્ટ અનુસાર ઈંગ્લેન્ડના એસેક્સની રહેવાસી એલી હાર્ડી 23 વર્ષની છે. તે 2021 થી ક્રૂઝ પર રહે છે અને દુનિયામાં ફરી રહી છે. તેણીએ ક્રૂઝમાં રહીને ઓસ્ટ્રેલિયા, ફિજી, વનુઆતુ જેવા દેશોની મુલાકાત લીધી છે. વાસ્તવમાં, એલી ક્રૂઝ પર એક ડાન્સર છે. વર્ષ 2022 માં, તે ડાન્સર તરીકે ક્રૂઝમાં જોડાઈ, તેણે એકથી બીજા અને બીજાથી ત્રીજા ક્રૂઝમાં ડાન્સ કરવાનું શરૂ કર્યું. ત્યારથી તે ક્રૂઝ પર રહે છે. એલી જાહજના 3000 મુસાફરોનું પોતાના ડાન્સથી મનોરંજન કરવે છે. હાલમાં તે 9 દિવસના ક્રૂઝ પર છે.
ક્રૂઝ પર થયો પ્રેમ
એલી માટે સૌથી ખાસ વાત એ છે કે, ક્રૂઝ પર તે 28 વર્ષના લુઈસને મળી હતી અને સમયની સાથે બંને મિત્રતા ગાઢ બની અને હવે બંને એકબીજાને પ્રેમ કરે છે. લુઈસ એક ડેક ઓફિસર છે, ક્રૂઝ લાઇનનો સભ્ય અને જહાજના સ્ટાફનો સભ્ય છે. બંનેની મુલાકાત સિંગાપોરમાં થઈ હતી. આ દરમિયાન, લુઈસને બીજા ક્રૂઝ પર મોકલવામાં આવ્યો, પરંતુ તેને ફરીથી લુઈસને તે જ ક્રૂઝ પર ફરજ સોંપવામાં આવી જ્યાં એલી છે. આ બંને અલગ-અલગ દેશોના છે, તેમ છતાં તેઓ આ ક્રૂઝના આધારે મળ્યા હતા અને હવે તેઓ સાથે છે.
ઘરની યાદ આવે છે
ક્રૂઝ પર રહેવાની સૌથી ખરાબ બાબત એ છે કે, ઘરની યાદ આવવી. એલીએ કહ્યું તે લાંબા સમય સુધી ઘરથી દૂર રહેવાથી અને ઘણીવાર એવું થાય કે તેમને ઘરની બહુ યાદ આવે છે. જો કે તેમની પાસે ઘણા લોકો હોય છે જેનાથી તેમનું મન ડાયવર્ટ થઈ જતું હોય છે.
આ પણ વાંચો:
સોના-ચાંદી બાદ હવે બજારમાં આવી ઈમોજી પાણીપુરી, ખાવા માટે લોકોની પડાપડી
એલી જ્યારે 5 વર્ષની હતી ત્યારે તેણે ડાન્સ કરવાનું શરૂ કર્યું હતું. તે જાઝ, બેલે, ટૉપ અને કન્ટેમ્પરરી ડાન્સમાં નિષ્ણાત છે. તેણે 19 વર્ષની ઉંમરે પ્રથમ ક્રૂઝ શિપ માટે ઓડિશન આપ્યું હતું, પરંતુ મહામારીને કારણે, ક્રૂઝનું કામ અટકી ગયું હતું. ત્યારબાદ અચાનક 2022માં તેને ફોન આવ્યો અને તેને ક્રૂઝમાં નોકરીની ઓફર મળી .હવે એલીને આ સારું લાગે છે કે તેને ફરવાના અને નાચવાના પૈસા મળે છે. જ્યારે ક્રૂઝ પર તેમનો કરાર સમાપ્ત થાય છે, ત્યારે તેઓ ઘરે જાય છે. હાલમાં તેની પાસે 6 મહિનાનો કોન્ટ્રાક્ટ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર