એક તરફ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ના સત્તા પ્રમુખ બન્યા બાદ ગેરકાયદેસર રીતે પ્રવેશેલા લોકોને જે તે દેશમાં પરત મોકલવામાં આવી રહ્યા છે તો બીજી તરફ આર્થિક રીતે સધ્ધર થવા માટે અમેરિકા જવા નીકળેલા છેલ્લા ત્રણ મહિનાથી ઘુમસુદા યુવક તેમજ તેના પરિવારમાં સાબરકાંઠા જિલ્લામાં ભારે પ્રત્યાઘાત સર્જાય છે જોકે આ મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ થઈ શકી નથી તેમજ સ્થાનિક પોલીસ ના અધિકારીઓ પણ મૌન સીવી રહ્યા છે….
https://youtu.be/fGRribPy0E4?si=KSQCaOYgVSfrxVv8
સાબરકાંઠાના પ્રાંતિજના 44 વર્ષીય દિલીપભાઈ પટેલ ચાર માસ અગાઉ પોતાની પત્ની તેમજ સગીર પુત્ર સાથે અમેરિકા જવા નીકળ્યા હતા જેમાં પંજાબ થી વિશેષ એજન્ટો દ્વારા રૂપિયા 1 કરોડથી વધારે ની રકમ નો ખર્ચ કરી સોનેરી ભવિષ્ય બનાવવાના સપના સાથે ઘરેથી નીકળ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે જોકે ઘરેથી નીકળ્યા ના ત્રણ મહિના બાદ અમેરિકાની નિકારર્ગો બોર્ડર પાસે દિલીપભાઈ પટેલને શારીરિક તકલીફ સર્જાતા તેમનું મોત થયા હોવાની વાત સામે આવી રહી છે તેમજ તેમની પત્ની અને સગીર પુત્રની કોઈ ચોક્કસ ભાર મળી શકતી નથી જોકે આજેપણ 15 વર્ષ પહેલા પતિના મૃત્યુ બાદ અચાનક પુત્રનું પણ નિધન થયાના સમાચારથી વૃદ્ધ માતા વિશેષ લાગણી થકી પોતાના વ્હાલ સોયા ને મરવાની અપેક્ષા રાખી રહ્યા છે ત્યારે સ્થાનિક કક્ષાએ કોઈ ચોક્કસ જવાબ મળી શક્યો નથી જોકે આ મામલે સ્થાનિકો કંઈક આમ જણાવી રહ્યા છે..
એક તરફ અમેરિકાની ભૂમિ ઉપર આર્થિક દ્રષ્ટિએ સધ્ધર થવાના સોનેરી શોપન થકી કેટલાય લોકો લે ભાગું એજન્ટો થકી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પહોંચવાનું સ્વપ્નસ સેવી રહ્યા હોય છે તો બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા હવે ગેરકાયદેસર રીતે પ્રવેશેલા લોકોને પરત તેમના દેશમાં પરત મોકલવામાં આવી રહ્યા છે ત્યારે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશેલા લોકો સહિત દિલીપભાઈ જેવા ગુમ થયેલા લોકો માટે પણ હવે કેટલાય સવાલો ઊભા થઈ રહ્યા છે એક તરફ દિલીપભાઈ નું મોત થયું છે તો બીજી તરફ તેમના ત્રણ મહિના જેટલો સમય થવા છતાં પુત્ર તેમજ પત્નીની કોઈ ભાર મળી શકી નથી ત્યારે પરિવારજનો આમલી ભારે ચિંતિત છે જોકે એજન્ટ કક્ષાએ હજુ સુધી કોઈ ચોક્કસ જવાબ ન મળવાના પગલે દિલીપભાઈ ના પરિવારજનો ન્યાયની અપેક્ષા રાખી રહ્યાં છે જોકે આ મામલે હજુ સુધી કોઈપણ પ્રકારની જાણવાજો ફરિયાદ પણ ન થતા પોલીસ તંત્ર પણ હાથ ઉપર હાથ રાખી બેસી રહ્યું છે બીજી તરફ એજન્ટો આજની તારીખે પણ કોઈપણ વ્યક્તિ સામે કઈ ન બોલવાનું પરિવારજનોને જણાવી રહ્યા છે ત્યારે દિલીપભાઈ પટેલના પરિવારજનો માટે જાય તો જાયે કહા જેવી સ્થિતિ સર્જાય છે….
લક્ષ્મીબેન પટેલ (યુવાનની માતા)
જોકે આગામી સમયમાં સાબરકાંઠાના પ્રાંતિજના મોયદ ગામના દિલીપભાઈ પટેલ ના પરિવારજનો તેમજ તેમની પત્ની સહિત સગીર પુત્રની કેટલો અને કેવો ન્યાય મળે છે તે પણ મહત્વનું બની રહે છે….
