Search
Close this search box.
IAS Coaching
Search
Close this search box.

ભારે કેવાય: લગ્નની ફક્ત 3 મિનિટમાં જ છુટાછેડા થઈ ગયા, વરરાજાની એક ભૂલ ને દુલ્હનને તરત ના પાડી દીધી

કુવૈત: લગ્ન થવાના ફક્ત ત્રણ મિનિટ બાદ જ પતિ-પત્નીએ એક બીજાને છૂટાછેડા આપી દીધા હતા. આ વાયરલ સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. ઈંડિપેંડેંટની ઈંડીના એક રિપોર્ટનું માનીએ તો, વરરાજાએ લગ્ન પ્રસંગમાંથી નીકળતી વખતે દુલ્હનનું અપમાન કર્યું હતું, જે બાદ મહિલાએ તરત તેનાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો.

લગ્નની જરુરી વિધિ ખતમ થયા બાદ પતિ-પત્ની કોર્ટમાંથી બહાર જવા માટે જેવા વળ્યા કે દુલ્હનનો પગ ડગમગી ગયો. મેટ્રોના એક રિપોર્ટ્સ અનુસાર, વરરાજાએ પત્ની પડી જતાં તેને બેવકૂફ કહી દીધી. આ સાંભળી મહિલા ગુસ્સે થઈ ગઈ અને તેણે જજને આ લગ્ન તરત રદ કરવાનું કહી દીધું. જજે પણ આવું કરવા માટે રાજી થઈ ગયો અને તેમના લગ્ન ત્રણ મિનિટ બાદ જ રદ થઈ ગયા.તેને દેશના ઈતિહાસમાં સૌથી નાના લગ્ન કહેવામાં આવી રહ્યા છે.

આ ઘટના 2019માં થઈ હતી અને સોશિયલ મીડિયા પર ફરીથી વાયરલ થઈ રહ્યા છે. એક વ્યક્તિએ એક્સ પર લખ્યું કે, હું એક લગ્નમાં ગયો હતો, જ્યાં વરરાજાએ પોતાની સ્પીચમાં પત્નીની મજાક ઉડાવી, જેવી રીતે તેનું કોઈ મહત્વ ન હોય. તેને પણ એવું જ કરવું જોઈતું હતું, જે આ મહિલાએ કર્યું. એક શખ્સે માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર લખ્યું કે, જે લગ્નમાં કોઈ સન્માન ન હોય તે શરુઆતથી જ નિષ્ફળ થાય છે. એક અન્યએ લખ્યું કે, જો શરુઆતમાં જ આવો વ્યવહાર કરે છે તો તેને છોડી દેવું જ ઠીક રહે છે.

આ પણ વાંચો: 
INS બ્રહ્મપુત્ર જહાજમાં વિકરાળ આગ લાગતા દરિયામાં એક તરફ નમી ગયું, એક અધિકારી ગુમ

2004માં બ્રિટેનમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી. જ્યાં એક કપલે લગ્નના ફક્ત 90 મિનિટ બાદ છુટાછેડાની અરજી દાખલ કરી હતી. ગ્રેટર મેનચેસ્ટરમાં સ્ટોકપોર્ટ રજિસ્ટર કાર્યાલયમાં સ્કોટ મૈકી અને વિક્ટોરિયા એંડરસન દ્વારા શપથ લીધાના એક કલાકથી વધારે સમય બાદ તરત સંબંધ ખતમ થઈ ગયો. હકીકતમાં જોઈએ તો, મહિલા આ વાતથી નારાજ થઈ ગઈ કે તેના પતિએ તેની બહેનપણીઓને ટોસ્ટ આપ્યો હતો. ત્યાર બાદ મહિલાએ સ્વાગત સમારંભમાં પતિના માથા પર એશટ્રેથી પ્રહાર કર્યો હતો.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Bharat Niasmita
Author: Bharat Niasmita

Share this post:

વધુ સમાચાર છે...

marketmystique

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल