Search
Close this search box.
IAS Coaching
Search
Close this search box.

ઓવન ખોલતા મહિલા ફફડી ઉઠી, લોકો પાસેથી મદદ લેવા મજબૂર બની!

ઘણીવાર જ્યારે આપણે ઘરને તાળું મારીને થોડા દિવસ માટે બહાર જઈએ તો, ત્યારે એવી જ આશા રાખીએ છીએ કે, પાછા ફરવા પર આપણને જેવું છોડીને ગયા છે તેવું જ મળે. પરંતુ કેટલીકવાર તમને કેટલાક બદલાવ હેરાન કરી દેતા હોય છે. એવું જ કંઈ બન્યું એક મહિલા સાથે જેણે 17 દિવસની રજા પરથી પાછા ફર્યા બાદ ઓવનમાંથી ચોંકાવનારી વસ્તુ મળી આવી. જ્યારે તેણે ઓવન ખોલ્યો ત્યારે તેના હોશ ઉડી ગયા કારણ કે ઓવનમાં એક વિચિત્ર ક્રીમ રંગની વસ્તુ લટકતી હતી.

આ નજારો જોઈને તે એટલી ગભરાઈ ગઈ કે પહેલા તો તેને શું કરવું તે સમજાતું નહીં. પછી તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર વીડિયો શેર કર્યો અને લોકોને પૂછ્યું કે આ શું હશે અને શું ઓવન સાફ કરવું સુરક્ષિત છે? લોકોએ વિવિધ અટકળો લગાવવાની શરૂ કરી દીધી.

આ પણ વાંચો:
‘કામ પર છો તો સારી રીતે હસો’, કંપની માપી રહી છે કર્મચારીઓની હસી, બનાવી AI સ્ટાન્ડર્ડ સિસ્ટમ!

https://www.reddit.com/r/CleaningTips/comments/1e6ac7o/what_in_the_hell_is_this/?utm_source=share&utm_medium=mweb3x&utm_name=post_embed&utm_term=1&utm_content=1

Reddit પર અજીબોગરીબ શોધ પોસ્ટ કરતા મહિલાએ લખ્યું, ‘મે 17 દિવસથી વેકેશન પર હતા અને હમણાં જ પાછા ફર્યા છે. મને લાગે છે કે તે ફૂંગ છે, પરંતુ તેને એ યાદ નથી કે, તેણે આ દરમ્યાન ઓવનમાં કશું છોડ્યું હતું કે નહીં. શું તેને સાફ કરવું સલામત છે?’

વીડિયોમાં દેખાતું હતું કે ઓવન ઉપરથી કંઈક લટકતું હતું. યુઝર્સે તેને સાફ કરવાની સલાહ આપી. પરંતુ અન્ય લોકોએ ફક્ત તેની મશ્કરી ઉડાવી. એક વ્યક્તિએ કહ્યું કે આખું ઓવન રિપેર કરાવવાને બદલે તેને બદલવું સસ્તું હોઈ શકે છે. જ્યારે એક વ્યક્તિએ લખ્યું કે, લાગે છે કે, કોઈ ઉંદરે તમારા ઓવનમાંથી હીટ ઇન્સુલેશન નીકાળી દીધું છે

કોઈ એકે લખ્યું કે, આ કોઈ ફૂંગ નથી. તે તમારા ઓવનમાં, કે ધાતુની નીચે નીકળતું ઇન્સ્યુલેશન હોય શકે છે. આમ, આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે, આ શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Bharat Niasmita
Author: Bharat Niasmita

Share this post:

વધુ સમાચાર છે...

marketmystique

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल