Search
Close this search box.
IAS Coaching
Search
Close this search box.

કુંભમેળામાં આમંત્રણ આપવા આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના વડા પ્રવીણ તોગડીયા સાબરકાંઠામાં..!

કુંભમેળા માં આમંત્રણ આપવા આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના વડા પ્રવીણ તોગડીયા સાબરકાંઠામાં…



કુંભના મેળામાં 15 જગ્યાઓએ મહા ભંડારો યોજાશે- પ્રવીણ તોગડિયા…

તસ્વીર/અહેવાલ:-રાજકમલસિંહ પરમાર

14 જાન્યુઆરી થી ઉત્તર પ્રદેશમાં શરૂ થતા કુંભમેળા માં આમંત્રણ આપવા આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના વડા પ્રવીણ તોગડીયા સાબરકાંઠાના હિંમતનગરના એક દિવસના મહેમાન બન્યા હતા. બીજા તેમને નિવેદન આપતા જણાવ્યું હતું કે એક કરોડ લોકોને ભોજન સહિત છ કરોડ લોકો માટે વિવિધ વ્યવસ્થા કરાશે તેમજ હિન્દુ રામ મંદિર એકતાનું મોટામાં મોટું પ્રતીક છે. સાથો સાથ આગામી સમયમાં લાખો હિન્દુઓને એક કરવા માટે મજબૂત પ્રયાસ કરાશે. સાબરકાંઠાના હિંમતનગરના કાંકરોલ કંપા ,પીપરી કંપા સહિત બેરણા ગામે બુધવારના રોજ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના વડા પ્રવીણ તોગડીયા વિવિધ ગામડાઓમાં બેઠક કરી ઉત્તર પ્રદેશ ના કાશીમાં યોજાનાર મહાકુંભ મેળા માટે આમંત્રણ પાઠવ્યું હતું. દર વર્ષે યોજાતા આ મહાકુંભમાં આ વખતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક કરોડથી વધુ લોકોને ભોજન આપશે સાથોસાથ 6 લાખ જેટલા લોકોને ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવનાર છે કુંભના મેળામાં 15 જગ્યાઓએ મહા ભંડારો યોજાશે જેમાં 15 હજાર થી વધારે સ્વયંસેવકો આવનાર દરેક લોકોને સેવા આપનાર છે. જોકે ઉત્તર પ્રદેશ સહિત ભારત ભરના વિવિધ નેતાઓ બટેંગે તો કટેંગે ના નિવેદન આપી રહ્યા છે ત્યારે આ મામલે તેમને જણાવ્યું હતું કે શરૂઆતથી જ હિંદુ એકતા માટે પ્રયાસ થતો રહેલો છે તેમજ રામ મંદિર એ ભારતભરના લાખો કરોડો લોકોની એકતા નું પ્રતીક છે. જોકે આગામી સમયમાં ભારતના લાખો લોકોને એકરૂપ કરવા માટે વિશેષ પ્રયાસ કરવામાં આવનાર છે આ તબક્કે વિશ્વ હિન્દુ પરિષદ સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

Bharat Niasmita
Author: Bharat Niasmita

Share this post:

વધુ સમાચાર છે...

marketmystique

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल