ઊંડા પાણીમાં કાર ખાબકતા કાર સાથે બે ડૂબ્યા…
તસ્વીર/ અહેવાલ:- રાજકમલસિંહ પરમાર ભા
સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના પોળો વિસ્તારમા ઊંડા પાણીમાં કાર ખાબકતા બે યુવકોના મોત થયા છે. મોડી રાત્રે સલુંબર રાજ્સ્થાન થી અંબાજી તરફ જઈ રહેલ યુવકોને અકસ્માત નડતાં બેના મોત થયાં છે. વિજયનગર પોળો પાસેના ઈડર હાઈવે રોડ પર ડેમના કિનારેના ભાગમાં કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા રેલીંગ તોડી કાર પાણીમાં ખાબકી હતી. વણજ ગામ પાસે રાત્રીના સમયે કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા રોડની બાજુમાં આવેલ પાણીના ઊંડા ખાડામાં કાર ખાબકી હતી. રાત્રીના સમયે બનેલી ધટના પગલે વિજયનગર પોલીસ ધટના સ્થળે પહોંચી કાર સાથે બંને યુવકોના મૃતદેહને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. મળતી માહિતી મુજબ વણજ ગામ પાસેન મુખ્ય માર્ગની બાજુમાંથી ડેમનો પાણીનો પ્રવાહ પ્રસાર થતો હોય છે. જ્યારે મુખ્ય માર્ગની બાજુમાં નદીનો પટ શરૂ થતો હોવાને પગલે અવાર નવાર અકસ્માતની ઘટના બનતી હોય છે જોકે રવિવારે રાત્રીના સમયે બનેલી ધટનાને પગલે સ્થાનિકોમાં પણ તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રોડની બાજુમાં નદીના પટ કિનારે બનેલી રેલીંગ ને તોડી કાર ઊંડા પાણીમાં ખાબકતા મોટા અંબાજી તરફ઼ નીકળેલા રાજસ્થાનના બે યુવકોના મોત પગલે પરિવારમાં આક્રંદ જોવા મળી રહ્યો છે. ત્યારે વિજયનગર પોલીસે બંને મૃતકોના મૃતદેહને પી.એમ અર્થે ખસેડી વઘુ તપાસ હાથધરી છે…