ડીસા તાલુકા તલાટી કમ મંત્રી મંડળ પરિવાર દ્વારા જોરાપુરાની માધ્યમિક શાળા, બંને પ્રાથમિક શાળા અને તમામ આંગણવાડી કેન્દ્રોના બાળકોને વિકાસ સપ્તાહના સમાપન પ્રસંગ નિમિત્તે તિથિભોજન આપવામાં આવ્યું જેમાં માનનીય ડીસા પ્રાન્ત કલેકટર નેહાબેન પંચાલ તાલુકા વિકાસ અધિકારી સી પી પટેલ મદદનીસ તાલુકા વિકાસ અધિકારી વિસ્તરણ અધિકારી જોરાપુરા ગ્રામપંચાયત ના સરપંચ પ્રકાશભાઈ ઠાકોર બનાસકાંઠા જિલ્લા તલાટી મહામંડળના મહામંત્રી હેમત પંચીવાલા ડીસા તાલુકા તલાટી મંડળના પ્રમુખ સીમિત રાણા તેમના મંડળના તમામ હોદ્દેદારો તેમજ તમામ તલાટી ભાઈઓ અને બહેનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગામના આગેવાનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને બાળકોને તેમના હાથે ભોજન પીરસાયું હતું સેવાકીય યજ્ઞમાં જોડાયેલ તલાટી પરિવાર ના લક્ષમણભાઈ ઠાકોર દ્વારા આ સમગ્ર કાર્યક્રમનુ સુંદર આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ડીસા તાલુકાના તલાટી કમ મંત્રીઓ જોરાપુરા ગામના સરપંચ તેમજ શાળાના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા
આ સેવાકીય પ્રવુતિ માં સાથ સહકાર આપનાર તમામ તલાટી શ્રી ખુબ ખુબ આભાર માન્યો હતો…!