ઇતિહાસમાં બનેલી ચોંકાવનારી ઘટનામાંથી એક વિશાળ જહાજ ટાઇટેનિકનું ડૂબવું સામેલ છે. એટલું જ નહીં, 112 વર્ષ પહેલા થયેલા આ અકસ્માતની ભવિષ્યવાણીની ચર્ચા આજે પણ કરવામાં આવે છે, જેને લઈને કેટલાક રહસ્યો વિશે પણ અવારનવાર ચર્ચા થતી રહે છે. તેમાંથી એક રહસ્ય ડૂબીને મૃત્યુ પામેલા માનવીઓના અવેશેષોનું ગાયબ થવું છે. વર્ષ 1985માં પ્રથમ વખતે તેનો કાળમાળ મળ્યો હતો. ત્યારથી લઇને અત્યાર સુધી અનેક પ્રકારના રિસર્ચ થઈ ચૂક્યા છે. પરંતુ હજુ સુધી તેમાં એક પણ માનવ અવશેષ કે હાડકાં મળ્યા નથી. એક્સપર્ટે તેનું વૈજ્ઞાનિક કારણ આપ્યું છે.
1912માં જ્યારે તે સાઉધમ્પ્ટનથી ન્યૂયોર્ક સિટી માટે રવાના થયું ત્યારે ટાઇટેનિક દુનિયાનું સૌથી મોટું સમુદ્રી લાઇનર હતું. દુર્ભાગ્યે રીતે તેની પ્રથમ સફરમાં માત્ર ચાર દિવસમાં જહાજ ઉત્તર એટલાન્ટિકમાં એક આઇસબર્ગ સાથે અથડાયું અને 15 એપ્રિલની સવારે વિશાળ જહાજ સમુદ્રમાં ગરકાવ થઇ ગયું હતું. જ્યારે તે રવાના થયું ત્યારે બોર્ડમાં 2,240 મુસાફરો હતા.
આ પણ વાંચો:
ખાતાં-ખાતાં મરી ગઈ યુવતી, લાખો લોકોએ જોયું LIVE મોત! એક જ વારમાં 10 કિલો ખાવાનું ઝાપટી જતી
ટાઇટેનિકનો ભંગાર 1985માં સમુદ્રશાસ્ત્રના પ્રોફેસર અને યુએસ નેવી ઓફિસર રોબર્ટ બેલાર્ડે તેમના ઊંડા સમુદ્રના રોબોટ, આર્ગોસની મદદથી શોધી કાઢ્યો. આટલા વર્ષો વીતી જવાનો અર્થ એ છે કે મૃતદેહો સડી ગયા હશે અથવા દરિયાઈ જીવો ખાઈ ગયા હશે, તેમ છતાં અપેક્ષા રાખી શકીએ છીએ કે, જહાજ અને તેની આસપાસ દરિયાઇના તળિયા માનવ કંકાળ હાજર હશે.
હાડકાં અને કંકાળ ન મળવાનું કારણ દરિયાની ઊંડાઈ છે. ટાઇટેનિકનો કાળમાળ દરિયાઇ સપાટી પર આશરે 3,800 મીટરની ઊંડાઈએ સ્થિત છે અને તે ઊંડાઈએ પાણીની રાસાયણિક રચના હાડકાં પર તેની અસરને બદલે છે. પ્રોફેસર બેલાર્ડ, જેમણે બિસ્માર્કના ભંગાર પણ શોધ્યા હતા, તેમણે NPRને કહ્યું, “તમારે જે સમસ્યાનો સામનો કરવો પડશે તે એ છે કે લગભગ 914 મીટર નીચે દરિયાનું પાણી કેલ્શિયમ કાર્બોનેટથી ભરેલું છે, જે મોટાભાગે હાડકાંથી બનેલું છે. હાડકાં પહેલેથી જ ઓગળી ગયા હશે અને જ્યાં ટાઇટેનિક ડૂબી ગયું હતું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર