કેટલાક એવા જુનૂની લોકો હોય છે, જેમાં તે પોતાના જુનૂન માટે કોઈપણ હદ પાર કરી નાખે છે. કેટલીક વાર તો તેમને મોતનો સામનો કરવો પડે છે. એવો જ એક મામલો અમેરિકામાં સામે આવ્યો છે. જ્યાં એક યુવક પોતાની બહેન સાથે સ્વિમિંગ કરવા માટે ગેરકાયદેસર રીતે યેલોસ્ટોન નેશનલ પાર્ક જતો રહ્યો. તે દરમિયાન તે ભૂલથી ઉકળતા પાણીમાં પડી ગયો અને જોતજોતામાં તે મૃત્યુને ભેટ્યો.
નવાઈની વાત એમ છે કે, તેની બહેને આ આખી ખૌફનાક ઘટના વીડિયોમાં કેદ કરી છે. આમ તો ઘટના વર્ષ 2016ની છે, પરંતુ હાલમાં જ તેની ફાઇનલ રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં આ ઘટનાનો ઉલ્લેખ છે. રિપોર્ટ પ્રમાણે, અમેરિકામાં રહેતો 23 વર્ષીય કોલિન સ્કોટ તેની બહેન સેબલની સાથે તરવા માટે જગ્યા શોધી રહ્યો હતો. આમ, આ બંને ભાઈ-બહેન ગેરકાયેદસર રીતે યેલોસ્ટોન નેશનલ પાર્ક વિસ્તારમાં ગયા, જ્યાં જવા પર પ્રતિબંધ હતો.
આ પણ વાંચો:
ટાઇટેનિક ડૂબવાથી 1500નાં મોત થયા, છતાં કાટમાળમાંથી કેમ નથી મળ્યા કોઈ હાડકાં, કારણ જાણીને ચોંકી જશો!
પાર્કના બોર્ડવોક પર સ્પષ્ટ ખતરાની સૂચના લખેલી હતી. વોર્નિંગ બોર્ડ વાંચવા છતાં બંને આગળ વધ્યા. તે સમયે બંને વીડિયો બનાવી રહ્યા હતા. બંને બોર્ડવોક પરથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે કોલિનનો પગ લપસ્યો અને તે સીધો ઉકળતા પાણીના ઝરણામાં પડ્યો. તે ઝરણાનું પાણી એસિડિક તેમજ ઉકળતું હોવાથી કોલિન તરત જ મૃત્યુ પામ્યો અને તેનું શરીર પણ ઉકળીને પીગળી ગયું.
2016ની ઘટનાના રિપોર્ટમાં લખ્યું છે કે, ’ જ્યારે કોલિન લપસ્યો ત્યારે સ્માર્ટફોને તે ક્ષણ રેકોર્ડ કરી હતી. સૈબલ એ વખતે તેના ભાઈને બચાવવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી. તે ભાગીને પાર્ક રેન્જર્સ પાસે આવી ગઈ હતી. જ્યારે તે પાછી ફરી તો ઘણું મોડું થઈ ગયું હતું. તે સમયે માત્ર કોલિનનું માથું, ઉપરનો ભાગ અને હાથનો કેટલોક ભાગ દેખાતો હતો. તેવી સ્થિતિમાં તેને તરત જ મૃત માની લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:
ખાતાં-ખાતાં મરી ગઈ યુવતી, લાખો લોકોએ જોયું LIVE મોત! એક જ વારમાં 10 કિલો ખાવાનું ઝાપટી જતી
અમેરિકન પાર્ક રેન્જર ફિલ સ્ટ્રેલીએ એક અલગ રિપોર્ટમાં કહ્યું છે કે તેણે વી-નેક ટી-શર્ટ જોયું હતું જેમાં તેના ચહેરા પર ક્રોસ દેખાય છે. તે સમયે વાવાઝોડું આવી ગયું હતું, જેના કારણે કોલિનની લાશને તુંરત બહાર નીકાળવામાં આવી ન હતી. પરંતુ બીજા દિવસે માત્ર કોલિનનું પાકીટ અને ચપ્પલ ત્યાં જ બચ્યા હતા, શરીર સંપૂર્ણપણે પીગળીને ગાયબ થઈ ગયું હતું.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઝરણાનું પાણી ખૂબ જ ગરમ અને એસિડિક હતું, જેના કારણે કોલિનનું શરીર તેમાં ઓગળી ગયું હતું. જો રાત્રે તેની લાશને બહાર કાઢવામાં આવી હોત તો લાશ મળી શકી હોત. ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે બેસિનમાં પાણી 199 ડિગ્રી ફેરનહીટ હોય છે, પરંતુ જ્યારે શરીરને બહાર કાઢવામાં આવ્યું ત્યારે તેનું તાપમાન 212 ડિગ્રી ફેરનહાઇટ (100 ડિગ્રી સેલ્સિયસ) હતું. પોલીસે સૈબલે બનાવેલો વીડિયો જારી કર્યો નથી પોતાની પાસે સુરક્ષિત રાખ્યો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર