ટ્રાફિક પોલીસ બાઇક ચલાવતી વખતે હેલ્મેટ ન પહેરનારા રાઇડર્સ પર ચાંપતી નજર રાખે છે. જો તમે હેલ્મેટ નથી પહેર્યું તો તમારે દંડ ભરવો પડે છે. પરંતુ ચેન્નઈમાં ‘ગૂગલ મેપ’ પોલીસનું કામ મુશ્કેલ બનાવી રહ્યું છે. કારણ કે ગૂગલ મેપ્સ પર ટુ-વ્હીલર ચાલકોને આગળ પોલીસ ચોકી છે તેમ કહીને ચેતવણી આપી છે જેથી વાહનચાલકો તેમનો રસ્તો બદલી શકે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવેલ ‘ગૂગલ મેપ’ના સ્ક્રીનશોટથી લોકોને ખાસ્સી નવાઈ લાગી છે.
વાત એમ છે કે, ચેન્નાઈના ઘણા વિસ્તારોમાં પોલીસ ચોકીઓ માર્ક કરવામાં આવી છે. આમાં ચેન્નઈમાં ફિનિક્સ મોલ પાસેની એક જગ્યાને ‘પોલીસ ઈરુપંગા હેલ્મેટ પોઢુંગો (ત્યાં પોલીસ છે, હેલ્મેટ પહેરો)’ નામ આપવામાં આવ્યું છે. ગૂગલ મેપની જાણકારી બાદ વાહનચાલકો આ જગ્યાએથી પસાર થતી વખતે હેલ્મેટ પહેરે છે અથવા તેમનો રૂટ બદલી નાખે છે.
આ પણ વાંચો:
ઑનલાઇન મંગાવ્યુ એર ફ્રાયર, ઘરે બોક્સ ખોલતાં જ એવી વસ્તુ નીકળી કે, મહિલાને ડરથી પરસેવો વળી ગયો!
ઇન્ટરનેટ પર સ્ક્રીનશોટ વાયરલ
આ સ્ક્રીનશોટ સંતોષ સિવન નામના યુઝરે X પર શેર કર્યો છે. તેને 2.7 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. લોકોની આ ચાલાકી પર લોકો ફની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું, ‘ટેક્નોલોજીનો સહી ઉપયોગ થઈ રહ્યો છે.’ બીજા એક યુઝરે લખ્યું કે, આ સમાજ સેવાને ક્યારેય ભૂલવામાં આવશે નહીં. અન્ય એક યુઝરે લખ્યું કે, તેને વધારે હેલ્પફુલ બનાવી શકાય છે જ્યારે તેમાં ટ્રાફિક કેમેરાની પણ ચેતવણી આપવામાં આવે, જે ઑટોમેટિક ચલણ જારી કરે છે.
આવા કિસ્સા અગાઉ પણ સામે આવ્યા છે
આ પહેલીવાર નથી કે જ્યારે કોઈએ ટ્રાફિક પોલીસથી બચવા માટે ‘ગૂગલ મેપ’ પર માર્ક કર્યું હોય. આ મહિનાની શરૂઆતમાં, બેંગલુરુમાંથી આવા જ મેપનો સ્ક્રીનશોટ ઑનલાઇન વાયરલ થયો હતો. બેંગલુરુમાં આ જગ્યાને ‘પોલીસ એર્થરે, નોડકોંડ હોગી’ નામથી માર્ક કરવામાં આવ્યું હતું. મતલબ કે ‘પોલીસ હશે, જુઓ અને ચાલ્યા જાઓ. મહત્ત્વનું છે કે, દર વર્ષે લાખો લોકો ડ્રાઇવિંગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. કારણ કે તે સમયે તેણે હેલ્મેટ પહેર્યું ન હતું. આવી સ્થિતિમાં આવી ચતુરાઈ સવારોના જીવને જોખમમાં મૂકી શકે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર